Pocket Theories
Dr. Katkam Nitin Reddy

તારા વિના શ્યામ | Tara Vina Shyam

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસે રમવાને વ્હેલો આવજે

ગરબે ઘુમતી ગોપીયો સુની છે
ગોકુળ ની શેરીયો
સુની સુની શેરીઓ મા ગોકુળ ની
ગલીયો મા
રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ

શરદ પૂનમ ની રાતડી
ચાંદની ખીલી છે ભલી ભાત ની
તુ ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ

અંગે અંગ રંગ છે આનંદ નો
રંગ કેમ જાય તારા સંગ નો
પાયલ ઝણકાર સુણી રુદિયા નો નાદ સુણી
રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ